કાંતા ધ ક્લીનર - 52

(14)
  • 1.6k
  • 3
  • 860

52.એક વર્ષ પછી.સવારે સાડાસાત. ટાઇમ 9 વાગ્યાથી છે પણ હેડ, હાઉસકીપિંગ કાંતા સોલંકી ચકચકિત રિવોલ્વિંગ  ડોરમાંથી પ્રવેશી અંદર ગયાં. બહાર ગેટ પર ઉભેલા નવા ચોકીદારે તેમને ગ્રીટ કરી ડોક નમાવી. કાંતાને વ્રજલાલ યાદ આવ્યા જેમણે ખરે વખતે તેને મદદ કરેલી. વ્રજલાલ હવે હોટેલમાંથી રિટાયર થઈને પોતાની  વકીલ પુત્રીની ફર્મ બંસલ એસોસીએટ્સમાં ક્લાયંટ્સના પેપર્સ ફાઈલ કરવા,  કોર્ટમાં તારીખો લેવી વગેરે કામ કરે છે.કાંતાએ પોતાનો ઇસ્ત્રીબંધ કડક યુનિફોર્મ ચડાવ્યો. 'કાંતા સોલંકી. હેડ, હાઉસકીપિંગ' લખેલી સફેદ અક્ષરો વાળી કાળી પટ્ટી ભરાવી.તેઓએ જનરલ મેનેજર રાધાક્રિષ્નન સાથે આજના કામ અંગે ચર્ચા કરી.હેડ ક્લીનર સુજાતાને બોલાવી આજથી પોતે રજા ઉપર હશે પણ કાઈં કામ હોયતો ગમે