સંઘર્ષ - પ્રકરણ 2

  • 1.3k
  • 740

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૨ ચતુરની સલાહ  ભીમો દેવો ચતુરની રાહ જોતા જોતા પોતાના ખાલી ‘દરબારમાં’ આમતેમ આંટા મારી રહ્યો હતો. આમ તો ચતુર એના નામ પ્રમાણે એનો સહુથી ચતુર મંત્રી જ હતો અને એનો ખાસ વિશ્વાસુ પણ હતો. પરંતુ, ચતુરે કૃષ્ણદેવ આશાવન પર આવી શકે છે એવી આગાહી એ છેક રાધેટકથી નીકળ્યો એ સમાચાર જે દિવસે અહીં મળ્યા ત્યારે જ કરી ચૂક્યો હતો. પરંતુ પોતાની