વાણીનો વિરામ! અને લાગણીનો,....?

  • 1.5k
  • 514

વાણીને તો વિરામ આપ્યો પરંતુ લાગણીના વિરામ નું શું એ ક્યારેય વિચાર્યું? કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિ લાગણીઓની બાબતમાં ઠોકર ખાય ત્યારે વેદનાભર્યો અહેસાસ કઈ રીતે બહાર લાવવો એ માટે મથતો હોય છે. ઘણીવાર આ અનુભવોને કોઈની સમક્ષ ઢાળી શકાતો નથી. ત્યારે આ ચિતરેલા અનુભવોને ઢાળવા એક અલગ જ પરિભાષા ઉભરીને બહાર આવે છે અને કદાચ એમાંનું જ એક એટલે લેખન! માનો કે ના માનો પરંતુ એક વાત તો અનુભવથી ચોક્કસ જણાવીશ કે લાગણીઓને શબ્દરૂપી માળામાં મોતી જેમ પરોવ્યા બાદ ખરેખર લાગણીઓમાં આવેલા જ્વાળારૂપી ઘોડાપૂરને થોડે ઘણે અંશે તો જરૂરથી ઠારી શકાય છે. જ્યારે માળા પરોવાતી હોય ત્યારે તેની