તલાશ 3 - ભાગ 9

(15)
  • 1.5k
  • 952

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.' કંઈક આવીજ હાલત અત્યારે પોતાની બિલ્ડીંગની નીચે કારમાંથી ઉતરેલા જીતુભાની હતી. માત્ર કલાક દોઢ કલાક પહેલા એને આ ધરતી પર એક અનોપચંદ જ લાગતો હતો કે જે એને આ મુસીબત થી બહાર કાઢી શકશે, પણ અનોપચંદને મળીને એને લાગ્યું હતું કે નોકરી પકડીને એણે જીવનની મોટી ભૂલ કરી છે. પણ અત્યારે ગિરધારીના આ ફોનથી એને પસ્તાવો થતો હતો કે અનોપચંદને પરખવામાં એણે ભુલ કરી હતી.