એક પંજાબી છોકરી - 57

  • 2.3k
  • 1.1k

સોહમના પપ્પા આવીને વીરની હાલત વિશે જાણવા માટે ડૉકટરને મળે છે.ડૉકટર કહે છે વીરના મગજમાં તાવ ચડી ગયો છે અને તે અંદરથી જીવવાની ઈચ્છા ખોઈ બેઠો છે એટલે નવાણું ટકા તેમના બચવાના કોઈ જ ચાન્સ નથી.આ સાંભળી સોહમના પપ્પાને ખૂબ જ દુઃખ થાય છે પણ તે હિંમત રાખે છે અને આ વાત બીજા કોઈ સાથે શેર કરતા નથી.વીર વિશે જાણીને તે વીરના દાદુના ડૉકટરને મળે છે અને તે કહે છે કે ઉંમર અને ચિંતાના લીધે તેમને માયનોર એટેક આવ્યો હતો પણ હાલ તેઓ એકદમ સ્વસ્થ છે અને એક કલાકમાં તેમને અહીંથી રજા આપવામાં આવશે.વીરના મમ્મીને વીરની ચિંતા થતી હતી તેથી