કાંતા ધ ક્લીનર - 50

  • 1.7k
  • 1
  • 1k

50.કોર્ટરૂમ ચિક્કાર ભર્યો હતો. કઠેડામાં રાઘવ એકદમ સફાઈદાર સુટ પહેરીને, પોતે એકદમ ખાનદાન નબીરો છે તેવો દેખાવ કરીને ઊભેલો.વકીલની બેન્ચ પર ચારુ અને ડિફેન્સમાં ખૂબ જાણીતા કાબેલ વકીલ રાઘવના બચાવમાં હતા.કોર્ટે પ્રથમ જીવણને બોલાવ્યો. તેણે પોતાની આખી દાસ્તાન કહી. રાઘવે તેને  ટુકડા કરી  કિચનની ભઠ્ઠીમાં  નાખી દેવાની અને તેનાં ઘરનાંને મારી નાખવાની ધમકી આપેલી, અવારનવાર ડામ દીધેલા તે શર્ટ ઊંચો કરી કોર્ટને બતાવ્યું. તેનાં પેપર્સ પડાવી લઈને તેને ગુલામની જેમ રાખી આ ગેરકાયદે કામો કરવાની ફરજ પડાતી હતી તે કહેતાં જીવણ રડી પડ્યો. કાંતાએ આ વાતની સાક્ષી પુરાવી. ટ્રોલી પરના ટ્રેસીસ, પકડાયો તે વખતે તેની બેગમાં રહેલા  પાઉડરના થેલાઓ અને