પ્રવાસ

  • 1k
  • 414

શિખા સહેજ શ્યામ અને ભરાવદાર શરીર ધરાવતી હતી પણએને અતિશય ના કહી શકાય.દેખાવે મધ્યમ ને સ્વભાવે સરળ,હૃદયથી નિર્મળ ને મનની સાફ, સૌની મદદમાં અવ્વલ.કોઇ વ્યક્તિને મુશ્કેલીમાં ન જોઈ શકતી પરંતુ શિખાએ પોતાના રૂપના કારણે બહુ ચઢાવ ઉતાર જોયા હતા જીવનમાં જે એના માનસપટ પર જાણે અજાણે ઊંડી છાપ છોડેલા હતા.વાત છે ત્યારની જયારે શિખા પાંચમા ધોરણમાં હતી ત્યારે એની સ્કૂલમાંથી પ્રવાસનું આયોજન કરાયું હતું.શિખા એવા પરિવારમાં મોટી થઈ રઈહતી કે જેમાં ઘરના સદસ્યોને ફરવા જવામાં રસ નહોતો પરંતુ શિખાનું બાળમન ફરવાના નામથી પ્રસન્ન થઈ ગયું. શિખાની બાળહઠથી ઘરના સદસ્યો માની ગયાં ને શિખા પ્રવાસે ઊપડી.પાંચમા ધોરણમાં ભણતી શિખાના માં બાપને