કાંતા ધ ક્લીનર - 49

  • 1.7k
  • 2
  • 1k

49.કાંતા હોટેલ ટુરિસ્ટ હેવન પર ગઈ. તેને તો નોકરી પર રાખી લેવામાં આવેલી. હજી જીવણનું ઠેકાણું પડ્યું ન હતું. જો કે તેનાં પેપર્સ ચારુની મદદથી ભાર્ગવ એસોસીએટ દ્વારા નવેસરથી મૂકવામાં આવેલાં.  એ છતાં જીવણ કાંતા સાથે ગયો.તરત વ્રજલાલ અગાઉથી કહ્યા મુજબ તેમને રાધાક્રિષ્નનની ચેમ્બરમાં લઇ ગયા."આવી ગઈ કાંતા? તો મહત્વની કડી આપણે પોલીસને બતાવવાની છે એ છે, અગ્રવાલનું ગળું ઘોંટી હત્યા કોણે કરી. હું તારી એડવોકેટ ચારુ બંસલ, આપણા વ્રજલાલની દીકરીને બોલાવું છું. તું  એની સામે એક એક વિગત કહેતી જા."  તેમણે કાંતા અને જીવણને આવકાર્યાં અને તરત કહ્યું .ચારુ ત્યારે કોઈ કોર્ટ કેસમાં હતી. થોડી વારમાં તે આવી પહોંચી.