ધ બકિંઘમ મર્ડર્સ

  • 1.3k
  • 2
  • 622

ધ બકિંઘમ મર્ડર્સ- રાકેશ ઠક્કર        ફિલ્મ ‘ધ બકિંઘમ મર્ડર્સ’ ને સમીક્ષકોએ થોડી વખાણી છે. કરીનાની 23 વર્ષની કારકિર્દીમાં નિર્માત્રી તરીકેની પહેલી ફિલ્મ જોવા થિયેટર સુધી દર્શકો આવ્યા નહીં તેનું મુખ્ય કારણ આ એક વિદેશી બેકગ્રાઉન્ડ ધરાવતી ‘હિંગ્લીશ’ ફિલ્મ છે. મોટાભાગના સંવાદ અંગ્રેજીમાં હોવાથી હિન્દી દર્શકો માટે મુશ્કેલી ઊભી કરે છે. અલબત્ત હિન્દીમાં ડબ કરીને રજૂ કરવામાં આવી છે.        કરીના અભિનેત્રી તરીકે પહેલી વખત એકદમ ઈમોશનલ ભૂમિકામાં દરેક શેડમાં સફળ રહી છે. પાત્રનું દર્દ એના ચહેરા પર જોઈ શકાય એવો જીવંત અભિનય છે. તે હોલિવૂડની કોઈ અભિનેત્રી જેવું કામ કરી ગઈ છે. કરીનાના અભિનયને બહુ વખાણવામાં આવ્યો છે. ઉંમર વધવાની સાથે