કાંતા ધ ક્લીનર - 48

  • 1.4k
  • 3
  • 836

48."તું? તું શું મદદ કરી શકવાનો છે?" ચારુએ પૂછ્યું."કારણ કે રાઘવના સગડ હું બતાવી શકું એમ છું. તે ક્યાંથી વાતો કરતો, કોની સાથે, અગ્રવાલે છેલ્લે તેને કયું પાર્સલ આપેલું એ બધું દૂર રહીને મેં સાંભળ્યું છે."જીવણે કહ્યું. જાણે ખાસ કાઈં સાંભળ્યું નથી તેમ કરી ગીતાબા  કાંતા તરફ ફરી."સરિતાની નાની બહેન, તને કંઇક તો તે ક્યાં છે કે ગઈ એની ખબર હશે જ. અમે એને બોલાવવા કહીએ તો તું એ કરી શકીશ?" ગીતાબાએ કટાક્ષમાં પૂછ્યું."હું પ્રયત્ન કરીશ. ક્યાં હશે તેની ચોક્કસ ખબર નથી." કાંતાએ કહ્યું. હજી, પોતે જ  તેને રાઘવથી બચવા  નાસી છૂટવા કહેલું તે કહેતાં જીવ ચાલ્યો નહીં. તેણે મનોમન સરિતાને