અપહરણ - 9

  • 948
  • 376

૯. મિત્ર કે દુશ્મન ?   અમે હાંફતા હતા. તંબૂ છોડી દીધે અમને એક કલાક થઈ ગયો હતો. ચઢાણ હવે થોડું કપરું થયું હતું. સ્વેટરની ઉપર જાડું જેકેટ પહેર્યું હોવા છતાં ઠંડીથી સંપૂર્ણ રીતે સુરક્ષિત નહોતા. અમારા સામાનમાં પણ વિલિયમ્સ અને ક્રિકની કેટલીક વસ્તુઓનો વધારો થતાં થેલો વધુ ભારે બની ગયો હતો. અમે થાક્યા એટલે એક મોટા પથ્થર પર બેઠા. આ ઊંચાઈ પર હજી ક્યાંક-ક્યાંક બરફ દેખા દેતો હતો. તેના સિવાય બધે ખડકાળ જમીન હતી. ચારેય દિશાઓ શાંત હતી. ખીણનાં જંગલમાંથી એન્ડીઝનાં પક્ષીઓ કલબલાટ કરી રહ્યાં હતાં. અમને અહીંના પૂમા એટલે કે હિમ ચિત્તા જેવાં જનાવરોનું પણ જોખમ હતું. જોકે