શિક્ષણ નું શ્રેષ્ઠ માધ્યમ

  • 1.4k
  • 2
  • 522

આજના સમયમાં શિક્ષણ એ ખૂબ અગત્યની બાબત બની રહી છે. માણસ જન્મે ત્યારથી મરણ સુધી કંઈક ને કંઈક શીખતો રહે છે. એટલે શિક્ષણ માત્ર શાળામાં જ મળી શકે એ વિધાનને આપણું સંપૂર્ણ સમર્થન નથી. બાળક પાંચ વર્ષનું થાય પછી શાળાએ જતું થાય છે. ત્યાં સુધીમાં તો બાળક કેટલું બધું શીખી ચૂક્યું હોય છે. બોલતા, ચાલતા, બેસતા, જમતા, રમતા આ બધું પણ શિક્ષણનો જ એક પ્રકાર છે. જે સારું જીવન જીવવા માટે અનિવાર્ય છે એ બધું તો બાળક પોતાની માતા પાસે શાળાએ જતા પહેલા જ શીખી લે છે. જે જીવન પર્યંત ઉપયોગી નીવડે છે. હવે એ સમજીએ કે આ બધું બાળક