કાંતા ધ ક્લીનર - 47

  • 1.6k
  • 1
  • 910

47.ગીતાબા થોડી વારે બહાર આવીને કહે "કાંતા, તારા માટે એક સારા સમાચાર છે. મિ.રાધાક્રિષ્નનનો ફોન હતો. હવેના તબક્કે એમને તારી જરૂર પડે એમ છે. તેમણે આપણને બોલાવે ત્યારે હોટેલ આવી જવા કહ્યું છે."કાંતા બે ઘડી પોતે સાંભળ્યું તે માની શકી નહીં. તેણે ખાલી હકારમાં ડોક હલાવી."કોઈ નવી બાતમી તેમને મળી છે તેના પર કામ કરવા. કોઈકને રાઘવ છુપાવીને રાખતો હતો ને એવું પણ કાઈંક કહ્યું."  ત્યાં તો જીવણ છટકીને રસોડામાં જતો રહ્યો. બાકી રહેલી ચા ઉકાળી, ગાળી અને કપ ભરી એક ટ્રે માં લાવી  સહુને આપી. તે એક ખૂણામાં જાણે છુપાઈ ગયો હોય તેમ ઊભી ગયો.ગીતાબાએ ચારુ પાસે જઈ કશુંક કહ્યું."અમને ખબર