ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - છેલ્લો ભાગ

  • 930
  • 372

એડવોકેટ નાગરેચાનું એવું પણ કહેવું છેકે, શ્રદ્ધાનંદ પાસે સંપત્તિ પણ ઓછી હતી અને હેસિયત પણ ઓછી હતી તેમ છતાં શકેરેહના નિકટના વર્તુળમાં તેને પ્રવેશ મેળવ્યો હતો. જાેકે, તેમને સ્વીકાર થયો ન હતો. શકેરેહની સંપત્તિમાં બીજાના આર્થિક હિતો પણ સંકળાયેલા હતા. જેથી તેમના મૃત્યુ માટે એક માત્ર સ્વામી શ્રદ્ધાનંદ જવાબદાર ન હતા. અન્યો પાસે પણ મોટિવ હતો. સામાન્ય રીતે કોઇ વ્યક્તિ જ્યારે સંસારનો ત્યાગ કરે અને વૈરાગ્ય અપનાવે ત્યારે કોઇ ગુરૂ પાસેથી દીક્ષા લેતા હોય છે. જે બાદ ગુરૂ દ્વારા જ તે વ્યક્તિને નવું નામ પણ આપવામાં આવતું હોય છે. પરંતુ મુરલી મનોહર મિશ્રા માટે આવી ન હતું. તેમના સ્વામી શ્રદ્ધાનંદ