ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

  • 1.2k
  • 586

સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રાજકીય પરિસ્થિતી અસ્થિર હતી. તેવા સમયે અકબર ખલીલી ત્યાં જ હતા. ૧૯૭૯ની વાત છે. ઇરાનમાં તખ્તનો પલટો થયો. શાહની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. ૧૯૮૦માં શરૂ થયેલું ઇરાક સાથેનંુ યુદ્ધ શરૂ થયું છે ૧૯૮૮ સુધી ચાલ્યું હતું. આ સમયે ભારતનાં તે સમયના વડાપ્રધાન ઇંદિરા ગાંધી હતા. તેમની સરકાર ઇચ્છતી હતી કે, ઇરાનમાં સબળ ભારતીય રાજદૂત મુકવામાં આવે. જેથી શિયા મુસ્લિમ અને વ્યાપક અનુભવ હોવાથી અકબર ખલીલીને તહેરાન મોકલાયા. સામાન્ય રીતે ઇન્ડિયન ફોરેન સવિર્સીસના અધિકારીઓને વિશ્વના વિવિધ દેશમાં ફરજ દરમિયાન પરિવારને સાથે જ રાખતા હોય છે. પરંતુ યુદ્ધની સ્થિતી હોય કે પછી કટોકટીના