કાકોરી ટ્રેન લૂંટ - 3

  • 1.5k
  • 904

બિસ્મિલ આત્મકથામાં લખે છે કે, અમાર સાથીઓ નક્કી કર્યા અનુસરા થોડી થોડી વારે હવામં ફાયરિંગ કરી રહ્યા હત. રૂપિયાથી ભરેલી લોખંડના પતરાની પેટીઓ લેવા માટે બાકીના સાથીઓ ગાર્ડની કેબીનમાં અંદર ગયા. પેટીઓ ઉંચકવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે પેટીઓ ખુબ જ વજનદાર છે. તેને ઉઠાવી ભાગી શકાય તેમ નથી. જેથી અશફાકે પેટીને હથોડાથી તોડવાનો પ્રયાસ કર્યો પણ તેને સફળતા મળી નહીં. એક તરફ અશફાક હથોડાથી પેટી પર વાર કરી રહ્યો હતો અને અમારા બધાના શ્વાસ રોકાઇ ગયા હતા. અમારી નજર માત્ર અશફાક તરફ જ હતી. દરમિયાન ત્યાં એવી ઘટના બની કે, અમારા બધાનું જીવન હંમેશા માટે બદલાઇ ગયું. અમારી