૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૫ (પહેલી મુલાકાત)

  • 888
  • 422

પહેલી મુલાકાત  કાર્પેટ લાવી વચ્ચે પાથરી થોડો સમય આરામ કર્યો. ત્યાં સમાચાર મળ્યા. બધાને એક સાથે મેરેજ હોલ સામેના મેદાન પર ભેગું થવાનું છે. આ સૌથી પહેલી મુલાકાત હશે. જેમાં તમામ લોકો ભેગા થશે અને ત્યાં કેમ્પના ટાઈમ ટેબલની બધી માહીતી આપવામાં આવશે. નક્કી થયેલ સમયે બધા મેદાન પર કોલેજ પ્રમાણે પાંચની લાઈન કરીને ઉભા રહી ગયા. તે સમયે સાચી ખબર પડી કેટલા લોકો કેમ્પ માટે આવ્યા છે. આશરે સાડા પાંચ સો જેટલાં કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઑ હતા. થોડા સમયથી ઉભા હતા એટલામાં કોઈને ચક્કર આવ્યા. તેથી બધાને બેસાડી દેવામાં આવ્યા. સાહેબના કહેવા મુજબ કોરોના પછીના સમયમાં ઘણા પાસે વધારે સમય એક જગ્યાએ