રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - 2

  • 1.7k
  • 1.3k

રેડ બટન ( મર્ડર મિસ્ટ્રી) ભાગ :2   (એક દિવસ અજાણ્યા નંબર પરથી પોલીસચોકીમાં કોલ આવ્યો. સામેથી કહેવાયેલ વાત સાંભળી હવાલદાર રાજુએ ઈ.રાઠોડને વાત જણાવી. ઈ.રાઠોડે તાત્કાલિક જીપ કાઢવા આદેશ કર્યો.)*ગતાંકથી શરૂ...      ગણતરીની મીનીટોમાં જ જીપ ઘટના સ્થળે પહોંચી ઉભી રહી. ઈ.રાઠોડે જીપમાંથી ઉતરી આજુબાજુમાં નજર ફેરવી. દિવસે પણ ડરામણો લાગતા રસ્તા પર અત્યારે કોઈ નજરે પડતું નહોતું ત્યાં રાતે તો કોણ આવવાની હિંમત કરે? કાચી સડકની બંને બાજુ ઝાડી-ઝાંખરા નજરે પડતા હતા.     “સાહેબ! મે જ તમને કોલ કરેલો.” રાઠોડ સાહેબને નજદીક આવતા જોઈ ત્યાં ઉભેલ આધેડ ઉમરના વ્યક્તિએ કહ્યું.“ક્યાં છે લાશ?”પેલાએ રસ્તાની સાઈડમાં એક ઢાળિયા તરફ આંગળી ચીંધી