રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) - 1

  • 4.4k
  • 2k

રેડ બટન (મર્ડર મિસ્ટ્રી)(નોંધ : આ વાર્તા અને તમામ પાત્રો કાલ્પનિક છે. વાર્તા માત્ર મનોરંજન માટે જ છે.)  “રાતના દોઢ વાગી ગયા છતાં હજુ કેમ આ છોકરી આવી નહિ.” વારેઘડીએ ઘડિયાળ સામું જોઈ વંદિતાબેન બેચેની અનુભવી રહ્યાં હતા.   અંધકાર ઓઢીને સુતેલી રાત સાવ શાંત થઇ ગઈ હતી, પરંતુ વંદિતાબેનનું મગજ વિચારોના ઘોડાપૂરને કારણે અશાંત થઈ ગયું હતું. પ્રયત્ન કરવા છતાં મગજમાં આવી ચડી આવતાં અમંગળ વિચારો ઘણીવાર હદયના ધબકાર ચૂકવી દેતા હતા. પાંપણો પર નિંદ્રા જોર કરવા માંગતી હતી, પરંતુ મન પર આવી ચડતો એક વિચાર અને વારેઘડીએ ઉઠતો સવાલ બમણું જોર લગાડી નિંદ્રાને ગાયબ કરવામાં સફળ થઇ જતો હતો.