કાંતા ધ ક્લીનર - 45

  • 1.3k
  • 1
  • 752

45.કાંતા એકદમ હરખાતી, તેજ ચાલે ઘર તરફ આવી. ધબધબ કરતી  પગથિયાં ચડી અને પાંચમે માળે આવેલું પોતાનું ઘર.. અને એ ચાવી ફેરવી કિચૂડાટ કરતો આગળીઓ ખોલવાની બદલે ડોર નોક કર્યું. જીવણે તરત ખોલ્યું."હેઇ, હું આવી ગઈ." કહેતાં તેણે પોતાની ખાસ પૈસા વગરની પર્સ શુ રેક પર મૂકી સેન્ડલ ઉતાર્યાં. ખૂબ આભારવશ થયેલા જીવણે તરત એ ઉપાડી, ત્યાં કપડું પડેલું તેનાથી લુછ્યાં. તેને ખબર હતી કે સ્વચ્છતાની બાબતમાં કાંતા કેટલી ચીવટ વાળી છે.તેણે આંખોથી જ પૂછ્યું કે કેવું રહ્યું. કાંતા ખૂબ ખુશ હતી. તેણે જીવણને હળવો ધબ્બો મારી કહ્યું "બધું પ્લાન પ્રમાણે જ થયું. અરે, રાઘવ પકડાઈ ગયો. એની પાસે ખુલ્લી