કાંતા ધ ક્લીનર - 44

  • 1.3k
  • 1
  • 840

44."એટલે મેં નવી કે કોઈ પણ નોટો આપવાની રાઘવને ના પાડી. એની સાથે મારે ખૂબ ઝગડો થયો. એ કહે આપણે અહીંથી અગ્રવાલને પડતો મૂકી ભાગી જઈ એની વિલામાં સુખી સંસાર વસાવશું. આ વીલ હાથ કરી લે અને હું કહું તેમ કર.  મેં ના પાડી." સરિતાએ એની સાચી આપવીતી ફોન પર આગળ ચલાવતાં કહ્યું."હા. મને પાછળથી ખબર પડી. અર્ચિત વારેવારે આ શહેરમાં આવવાનું હોય તો સારો બંગલો ભાડે રાખવાને બદલે આ હોટેલ, એમાં પણ આ સ્યુટનો જ આગ્રહ કેમ રાખતો. એણે રાઘવને સાધી ભાગીદારીમાં  આ હોટેલમાંથી ડ્રગનો ધંધો શરૂ કરેલો. મીઠાબોલા અને પરગજુ દેખાતા રાઘવે તારો અને જીવણનો ઉપયોગ  કરી લીધો.