વળગાડ.

  • 2k
  • 848

કિંજલ અમદાવાદ શહેરના વસ્ત્રાલ એરિયામાં એવન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. કિંજલ ભણવામાં હોશિયાર હતી. જેથી દરેક ટીચરની વહાલી હોય છે. કારણકે એ સ્કૂલ ની દરેક પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લે. કિંજલ સ્વભાવે પણ ખૂબ દયાળુ અને માયાળુ હતી, લોકો સાથે તે હળીમળીને રહેતી, દરરોજ સ્કૂલથી એક વાગ્યે આવી જાય, કિંજલ આવીને તેના મમ્મી સરોજબેનને વહાલથી ભેટીને વાતો કરવા લાગે, સ્કૂલ માં શું શુ થયું એ વિશે રજે રજની માહિતી આપે. સરોજબેન પણ દીકરીની વાતો સાંભળીને ખુશ થઈ જાય, અને કિંજલને કપડા બદલીને બંને મા દીકરી સાથે જમતા, સરોજબેન અને કિંજલ દરરોજ સાથે જમવાનો નિત્યક્રમ અને પછી કિંજલ પડોશમાં રહેતી તેની