હની મેડમ

  • 1.9k
  • 750

કુદરતે દરેક ને એક અલગ નસીબ,કસબ અને શરીર સાથે પૃથ્વી પર મોકલ્યા છે.. સાથે સાથે એની અકળ ગતિ એવી છે કે કોની જીંદગી નું કયું પાનું કેવાં સંજોગો ઊભા કરશે અથવા કેવી કસોટી લેશે એ કોઈ સમજી નથી શક્યુ...એની દરેક પરીક્ષા અણધારી અને રહસ્યમય હોય છે..પણ.. દરેક વ્યક્તિ એટલી નસીબદાર પણ નથી હોતી કે એ પોતાના પેપર ને બીજા સાથે બદલી શકે..          એક સાધારણ પરિવારની દિકરી અને નાનાં ગામડાંમાં ભણી ગણીને મોટી થયેલી હિરવા.. એનું આગળ નું ભણતર પૂરું કરવું શહેરમાં ગઈ અને એક એક નવું રૂપ અને નવું નામ મેળવી લીધું...હિરવા દેખાવ માં કોઈ હિરોઈન