૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૩ (સાંઈ હોલ)

  • 856
  • 358

સાંઈ હોલ અમારા કેમ્પ માટે કોલેજ સિનિયર મારો મિત્ર હતો. તે એમના છ લોકોના ગ્રુપ સાથે અમારી આગળ થોડા સમય પહેલા નીકળ્યા હતા. તે પહોંચી અમારી રિપોર્ટિંગ માટે રાહ જોતા હતા. તેમ છતાં અમારી પબ્લિક ઘટતી હતી. અમારે ૩૭ લોકોને એક સાથે રિપોર્ટિંગ કરાવા કહ્યું હતું. રીક્ષામાંથી ઉતરી જોયું, જે કેમ્પનું ઠેકાણું તે ગામનો મેરેજ હોલ હતો. અંદર અમારા સિનિયર ઉભા હતા. તેણે ઇસારા દ્વારા અંદર આવવા કહ્યું. બધા અંદર જઈ સમાન એક બાજુમાં મૂકી ગેલ્વેનાઈઝ પાઇપના બનેલ, આર્મીના ખાશ પ્રકારના કાપડથી, બે બાજુ ઢાળ વાળી છત અને ત્રણ બાજુથી ખુલ્લા તંબુ નીચે વ્યવસ્થિત ઢબે મુકેલી ખુરસીમાં રાહ જોવા ગોઠવાણા. અમારા સિવાય બીજા