ધાર્મિક બાબતને વૈજ્ઞાનિક સાબિત કરવી જરૂરી છે?

  • 2.1k
  • 1
  • 724

એક વૈજ્ઞાનિક તેની લેબમાં આવે છે, ભગવાનની તસ્વીર પાસે જાય છે. વૈજ્ઞાનિક અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાનને નમન કરે છે, દીવો અગરબત્તી કરે છે.... વાત ખતમ....   જ્યારે સામાન્ય માણસ કે ધર્મગુરુઓ ધર્મની વાત કરે છે, ત્યારે દરવખતે પોતાની વાતો વૈજ્ઞાનિક છે એવું શા માટે કહેતા ફરે છે? એક વૈજ્ઞાનિક કોઈ પૂરાવા વગર ઇશ્વર પર શ્રદ્ધા રાખી શકે તો ધાર્મિક નેતાઓ કોઈ પણ ખરીખોટી વાતો કહેવા વૈજ્ઞાનિક આધાર બતાવીને શું સાબિત કરવા માંગે છે?     વિશ્વમાં સત્ય અને ઇશ્વર પર આસ્તિક નાસ્તિક સહિત અંદાજે ચાર હજાર કરતાં વિભિન્ન માન્યતા ધરાવતા ધર્મો કે સંગઠનો છે. દરેકની માન્યતા એકબીજા કરતાં અલગ અલગ છે, છતાં બધા