ઘરડા ગાડાં વાળે...

  • 1.9k
  • 726

‘ઘરડાં ગાડાં વાળે’“રોહન!!! કેટલી વાર?” અનુજાએ ત્રીજીવાર રસોડામાંથી બુમ પાડી.સવારના પોણા સાત વાગી ગયા હતા. દસ વર્ષનો રોહન હજું સુધી સુઈ રહ્યો હતો, જાણે તેને ભણવા જવાની ઈચ્છા જ ના હોય. આ ઘટના માત્ર આજની ન હતી, રોજની હતી. અનુજા પણ રોહનને વહેલાં ઉઠવા માટે સમજાવી સમજાવીને થાકી હતી પણ રોહન ક્યારેય વહેલાં ઉઠતો ન હતો. અનુજા તેની આ કુટેવથી કંટાળી ગઈ હતી. રોહનની આદતથી કંટાળેલી અનુજા વિનયને વારંવાર ફરિયાદ કરતી પણ વિનયનું પુત્રપક્ષે પ્રેમનું ત્રાજવું સતત નમતું. એ કાયમ રોહનનો પક્ષ લેતો. “રોહન હજુ પ્રાથમિક શાળામાં જ ભણે છે, જ્યારે મોટો થશે ત્યારે આપમેળે સમજી જશે.”તો સામે અનુજા દલીલ કરતી કે,