કાંતા ધ ક્લીનર - 42

  • 1.4k
  • 1
  • 840

42.હજી કાંતા ટસ ની મસ ન થઈ. "પ્લીઝ, સર, એ તો કહો કે એવું કયું કારણ છે કે ભલે મારી ખાતાકીય તપાસ થાય, મને મારી પોતાની ઓફિસમાં જવા મળતું નથી? મને, જેને A+ ગ્રેડ આપેલો, જેની સેવા બધા ગ્રાહકો વખાણે છે અને હોટેલની બુકમાં પણ લખે છે તે હું, આજે મને ધુત્કારીને કાઢી મૂકવામાં આવે છે? ખોટું થાય છે, સર!" તેણે  એમ કહેતાં આજુબાજુ જોયું.એટલી વારમાં તો વ્રજલાલ અંદરથી  આવી ગયા. બહાર આ બધું ચાલતું જોયું એટલે અંદર પણ વાત ફેલાઈ ગઈ. રિસેપ્શન કાઉન્ટર, ટ્રોલીઓ સાથે ક્લીનર્સ, રૂમ સર્વિસ વાળા, બધા મેઇન ડોરના કાચ નજીક આવી ગોઠવાઈ ગયા .બધા જ