૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૨ (ઠેકાણે પહોંચ્યા)

  • 972
  • 472

ઠેકાણે પહોંચ્યા કેમ્પને ઠેકાણે ભેગું થવાનો સમય બપોરે બાર વાગ્યાં સુધી છે. બધા પોતાની રીતે મિત્ર મંડળ સાથે જવાના છે. અમારે પાંચ મિત્રોનું ગ્રુપ હતું. એક વ્યક્તિ જુનિયર માંથી લઇ લીધો. બીજા જુનિયરને રીક્ષાનું સેટિંગ કરી દીધું. બે રીક્ષામાં છ અને છ એમ બાર જણા સાથે એક-એક થેલા લઇ ખડકાય ગયા. બંને રીક્ષા લઇ સાથે ઉપડી ગયા. રસ્તામાં બધા પોતાના વિચારો રજુ કરતાં હતા. બધાને તે જાણવાની ઉતાવળ હતી. રહેવાનું કેવું આપશે? બીજાને પૂછી તે જાણી લીધું હતું, ત્યાં કેવું છે? ત્યાં થોડું સારું અને થોડું નબળું બંને છે. ત્યાં જાય પછી વધું ખબર પડે. કેમ્પ કરતાં લોકોમાં કોલેજનાં બીજા અને ત્રીજા વર્ષનાં