કાંતા ધ ક્લીનર - 41

  • 1.4k
  • 2
  • 858

41."આપણે જલ્દીથી  હોટેલ પહોંચવું પડશે. હું ટેક્સી કરી લઉં છું. આવતાં ભલે આઠ દસ મિનિટ થાય, ત્યાં જે વીસેક મિનિટ મળી જાય એ ખૂબ મહત્વની છે." કહેતાં વ્રજલાલે ટેક્સી બુક કરી લીધી. કાંતા અત્યારે એક ટેક્સીનું ભાડું પણ આપી શકે એમ ન હતી.કાંતાને થોડી આગળ ઉતારી ટેક્સી હોટેલ તરફ ગઈ. કાંતા ચાલતી આવતી હોય તેમ હોટેલ તરફ ગઈ અને એક ખાંચામાં લપાઈને ઊભી જોઈ રહી. વહેલી સાંજનો સોનેરી તડકો ચકાચક ગ્લાસ ડોર અને પિત્તળના અક્ષરો વાળાં હોટેલનાં બોર્ડને ચમકાવી રહ્યો હતો. કાંતાના પગ ધ્રુજવા લાગ્યા. તેણે હિંમત કરી ઊંડા શ્વાસ લીધા અને આગળ જઈ કોફીશોપ પાછળની દીવાલની ઓથે સંતાઈને જોવા લાગી.કેટલાક