અ હોરર સ્ટોરી

  • 1.3k
  • 1
  • 492

અંધકારનું સામ્રાજ્ય આખા ઘર પર પથરાયેલું હતું.  ધીમો પણ ઠંડો પવન શરીરમાં ધ્રુજારી વધારી રહ્યો હતો. આ સૂનકારમાં પણ ધીમો ગણગણાટ સતત સંભળાતો હતો. વાતાવરણમાં ન સમજી શકાય એવી ગભરામણ નીંદરમાં પણ સુધાબહેનને અનુભવાતી હતી. "સુધા ઓ સુધા..."ગાઢ નિદ્રામાં પણ સુધાબહેનને કાને અવાજ અથડાયો. પણ નીંદરના ભારમાં ઉઠવાની ઈચ્છા ન થઈ."ઓ સુધા.... અહીં આવ સુધા."પલંગની એક બાજુ સૂતેલાં સુધાબહેન એક ઝાટકે જાગીને, બેઠાં થઈ ગયાં. કાનને બધી દિશામાં ફેરવી ફેરવી અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. પણ કોઈ અવાજ ન સંભળાતાં ભ્રમ સમજી ફરી નીંદરના શરણમાં જવા પલંગ પર લાંબા થઈ ગયાં. ફરી આંખો ઘેરાવા લાગી ત્યાં ફરી એ મધમીઠો અવાજ કાને