તલાશ 3 - ભાગ 6

(11)
  • 1.8k
  • 1.2k

  ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે."વિનાશ કાળે વિપરીત બુદ્ધિ" વિક્રમ તારા વિનાશનો સમય આવી ગયો છે. મેં 6 વર્ષ પહેલાં તને ચેતવ્યો હતોકે, જીવતા રહેવું હોય તો મારાથી દૂર રહેજે. પણ તારા વિનાશને તે જ આમંત્રણ આપ્યું છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તને યાતના ભર્યું  મોત ન મળે." સોનલની રાડથી આખા રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકો ચોંકી ઉઠ્યા. વિક્રમ સહેજ અસ્વસ્થ થયો એટલામાં સોનલે ઉભી થઇ અને ચાલતી પકડી. રેસ્ટોરાંની બહારજ  ડ્રાઈવર એટેન્શનમાં ઉભો હતો. સોનલને જોઈને એ બ્લેક મર્સિડિઝ તરફ દોડ્યો. અને પાછળનો દરવાજો ખોલ્યો. પણ સોનલે એ કાર સામે પણ ન જોયું