કાંતા ધ ક્લીનર - 40

  • 1.3k
  • 2
  • 816

40."પઝલનાં બધાં સોગઠાં બેસી ગયાં." ખુશ થતી કાંતા મનમાં બોલી અને વિજયી સ્મિત ફરકાવતી, હાથમાં પીઝાની કેરી બેગ ઝુલાવતી ઝડપી ચાલે ઘેર આવી પહોંચી. તેનો ધમ ધમ અવાજ સાંભળી મકાનમાલિકે બારણું અધખુલ્લું કરી જોયું અને તરત વાસી દીધું. મજાલ છે હવે એને એક શબ્દ પણ કહે! એક સાથે બબ્બે પગથિયાં ચડતી તે ઘરમાં આવતાં બોલી "હું આવી ગઈ છું."વ્રજલાલે ઊભા થઈ 'હા..શ' કર્યું. "તું આવી ગઈ એટલે શાંતિ થઈ." તેમણે કહ્યું."પહેલાં તું કેમ છે એ કહે" કહેતો જીવણ પાણી લઈ આવ્યો. કાંતાને થયું, મારા પોતાના ઘરમાં મારી મહેમાનગતિ!"હું બરાબર છું. બધું સરખી રીતે પત્યું એના માનમાં પાર્ટી થઈ જાય" કહેતાં