જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદ ની પરાકાષ્ઠા

  • 1.7k
  • 514

જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. શ્રીકૃષ્ણ ના જન્મદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ કૃષ્ણ પક્ષ‌‌ તિથિ...કૃષ્ણ એટલે પ્રકૃતિ નો દેવ,આંખે દીઠ્યો શૃંગાર,કૃષ્ણ એટલે હૃદય માં ઉમડતા જમના ના નીર...જન્માષ્ટમી ના દિવસે રાત ના બાર વાગે કૃષ્ણ જન્મ કરવામાં આવે છે.  “નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી” ની ધૂન ગવાય છે.ભગવાન ને પારણાં માં ઝુલાવાય છે. અને આરતી કરી ને પંજરી ,માખણ મિશ્રી નો પ્રસાદ વહેંચાય છે.જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય પાપને હરનારું છે. આ દિવસનો મહિમા અનેરો, અનોખો અને અદ્વિતીય છે.ભગવાન શ્રી કૃષ્ણ ના પિતા નું નામ વાસુદેવ જે શુદ્ધ સત્વનું સ્વરૂપ છે,