ફરે તે ફરફરે - 3

  • 1.5k
  • 796

  મારો નંબર આવ્યો ત્યારે જે કાઉંટર ઉપર હું ગયો ત્યાં કાચની અંદર  કસ્ટમ ઓફિસર ને જોઇને હું દંગ થઇ ગયો ...અસ્સલ મારી ડુપ્લીકેટ ...! એવા જ સફેદ ઝીણા વાળ બેસી ગયેલો ચહેરો મારી જેવા  જ ચશ્મા  નાક પણ મારી જેવુ કેપ્સીકમ ટાઇપનુ ...કાચમાંથી એ પણ ચમકીને જોઇ રહ્યો એને કદાચ કહેવુ હતુ " મારો આ ડ્યુટીનો છેલ્લો દિવસ છે" એટલે એના ભાવ  એવા જ વંચાયા  થોડો ગળગળો થઇ ગયો હોય તેવું લાગ્યુ . મને થયુ કે તેને આશ્વાસન આપુ  એટલે ગીત ગાવ જતો હતો ‘ યે જીવન હૈ ઇસ જીવનકા યહી હૈ રંગ રુપ ..પછી તે ડ્યુટી ઉપર છે