તલાશ 3 - ભાગ 5

(16)
  • 2.1k
  • 1.4k

  ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. ધાય, ધાય, ધાય, એક સાથે અનેક ગોળીઓ ધડાધડ એની ગનમાંથી છૂટી અને પૃથ્વીના બેડરૂમનો લોક તોડીને ક્રિસ્ટોફરને મારવા માટે ઘુસતા રોબર્ટ અને ઈમરાનને વીંધી નાખ્યા.એમની મરણચીસો બેડરૂમને વીંધીને બહાર આખા એપાર્ટમેન્ટમાં સંભળાઈ રહી હતી. રોબર્ટ અને ઈમરાનને વળતો પ્રહાર કરવાનો મોકો પણ મળ્યો ન હતો, કે ન એ લોકોને એવી કલ્પના હતી કે આમ પાછળથી કોઈ એની પર હુમલો કરશે, કેમકે એ લોકોએ રિસેપ્શન પર બેઠેલા જ્યોર્જને ઉપર આવતી વખતેજ પતાવી દીધો હતો, અને રવિવારની સવાર હતી. એટલે બિલ્ડિંગમાં કઈ ચહલપહલ ન હતી.