હોસ્ટેલ - ભાગ 2 (કાચી કેરી)

  • 1.3k
  • 586

કાચી કેરી      કાચી કેરી…આહ…શું સ્વાદ હતો! કાચી કેરી છુપાયને આંબા પરથી ઉતારવામાં આવતી. તેનાથી અઘરું કામ તો એ હતું કે તેને હોસ્ટેલના રૂમ સુધી પહોંચાડવી કેવી રીતે? આટલી મહેનત કર્યા પછી તો તેનો સ્વાદ ત્રણ ગણો વધારે ખાટો લાગતો. કાચી કેરીનો ઉપયોગ અમે ચટણી મીઠા સાથે ખાવામાં ઓછો અને મેઇન પ્રોગ્રામ તો ભેળ બનાવાનો જ રહેતો. કાચી કેરીનો ઉપયોગ કરીને જયારે ભેળ બનાવવામાં આવી હોય ત્યારે વધારે ધ્યાન રાખવું પડતું કે પકડાઈ ન જાય. જો પૂછવામાં આવે કાચી કેરી ક્યાંથી લઈ આવ્યા તો જવાબ શું આપવો? અમારી હોસ્ટેલની આજુબાજુમાં એક કે બે આંબા ન હતા પણ અમારી હોસ્ટેલ