કાંતા ધ ક્લીનર - 37

(11)
  • 1.6k
  • 1
  • 956

37.ચારુએ આખો પ્લાન સમજાવ્યો. જ્યાં જરૂર હતી ત્યાં વ્રજલાલે ઉમેરો કર્યો કે સુધારો કર્યો. તેઓ જાણે કોઈ નાટક ભજવવાનાં હોય તેમ આખી સ્ક્રિપ્ટ કાંતાને સમજાવી રહ્યાં.પહેલાં તો કાંતાની આંખો પહોળી થઇ ગઈ અને જીભ બહાર નીકળી ગઈ. "ઓ બાપ રે.. મારાથી આવું નહીં થઈ શકે." તેણે કહ્યું."તારે જેલમાં જવું છે કે ફ્રી રહેવું છે?" ચારુએ વેધક દૃષ્ટિએ જોતાં કહ્યું ."ના બાપા ના. જેલમાં તો શું, એ રસ્તે પણ બીજી વાર ન જાઉં.""તો તને બતાવીએ એ બરાબર સમજી લે." કહી હવે વ્રજલાલે તેને હળવે હળવે આખી યોજના સમજાવી."મેં સાસોં બચન નીભાઉંગી તુમ દેખતે રહીઓ.." ઘણે વખતે કાંતા હળવા ટોનમાં બોબી ફિલ્મનાં