સબ સે બડા શેતાન: જંકફૂડ

  • 2.1k
  • 846

જંકફૂડ એટલે શું?: તંદુરસ્તી માટે હાનિકારક સર્વે ખોરાકી ચીજો અને વાનગીઓ જંકફૂડ કહેવાય. અંગ્રેજી શબ્દ જંક એટલે કચરો અને જંકફૂડ એટલે જે ખોરાક કચરા સમાન છે અને સીધો કચરાટોપલીમાં ફેંકી દેવા લાયક છે, છતાં પણ આપણે બધા ફેશનના નામે, સ્વાદ માટે કે દેખાદેખીથી હોંશે હોંશે આપણા પેટમાં પધરાવીએ છીએ તેવો ખોરાક. આપણા શરીરની તંદુરસ્તી માટે સૌથી મોટો ખતરો આ જંકફૂડથી છે, એટલે તેને ‘સબ સે બડા શેતાન’ની ઉપમા આપી છે.   જંકફૂડમાં પોષણની દૃષ્ટિએ જરૂરી એવાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને હેલ્ધી કાર્બોહાઇડ્રેટ જેવાં શરીરને ઉપયોગી કોઈપણ તત્વો હોતાં નથી. પરંતુ તેમાં વધુ પડતી માત્રામાં કેલરી હોય છે અને ફેટી એસિડ