સ્ત્રી 2

  • 2.5k
  • 3
  • 972

સ્ત્રી 2- રાકેશ ઠક્કર         શ્રધ્ધા કપૂરની ‘સ્ત્રી’ પછી એનો બીજો ભાગ ‘સ્ત્રી 2’ જોવા માટે દર્શકોએ છ વર્ષનો ઇંતજાર કર્યો હતો એ લેખે લાગે એમ છે. હોલિવૂડની જેમ જ મુંજયા, રૂહી, ભેડિયા વગેરે સાથે હોરર યુનિવર્સ રચવામાં ‘સ્ત્રી 2’ સફળ રહી છે. એટલું જ નહીં આ યુનિવર્સની આગામી ફિલ્મ વિશે એમાં સાંભળવા પણ મળે છે. જે કામ હોલિવૂડમાં ‘એવેન્જર્સ’ કરે છે એ બોલિવૂડમાં ‘મેડોક ફિલ્મ્સ’ની ‘સ્ત્રી’એ કર્યું છે.      ‘સ્ત્રી’ ને બોલિવૂડમાં હોરર-કોમેડી ઝોનરને પ્રચલિત કરવાનું માન પણ મળ્યું હતું. મોટા સ્ટાર્સની ફ્રેન્ચાઇઝી કરતાં ‘સ્ત્રી’ વધારે કમાલ કરી રહી છે. નિર્માતાઓની બુધ્ધિને સલામ કરવાનું મન થશે.