નારદ પુરાણ - ભાગ 35

  • 940
  • 1
  • 352

નારદ બોલ્યા, “હે મહાભાગ, મેં આધ્યાત્મિક આદિ ત્રણે તાપોની ચિકિત્સાનો ઉપાય સાંભળ્યો તોપણ મારા મનનો ભ્રમ હજી દૂર થયો નથી. મન સ્થિર થતું નથી. આપ બીજાઓને માન આપો છો, પણ મને જણાવો કે દૃષ્ટ મનુષ્યો કોઈના મનથી વિરુદ્ધ વર્તન કરે તો મનુષ્ય કેવી રીતે સહન કરી શકે?”         સૂત બોલ્યા, “નારદજીની આ વાત સાંભળીને બ્રહ્માના પુત્ર સનંદનને ભારે હર્ષ થયો અને કહેવા લાગ્યા.”         સનંદને કહ્યું, “નારદ, આ વિષયમાં એક પ્રાચીન ઈતિહાસ કહું છું, જે સાંભળીને આપનું ચિત્ત સ્થિર થશે. પ્રાચીન કાળમાં ભરત નામના એક રાજા થઇ ગયા. તેઓ ઋષભદેવના પુત્ર હતા અને એમના નામ પરથી દેશને ‘ભારતવર્ષ’ કહેવામાં આવે