ફિર આઈ હસીન દિલરૂબા

  • 2.2k
  • 4
  • 914

ફિર આઈ હસીન દિલરૂબા- રાકેશ ઠક્કર         2021 માં જ્યારે તાપસી પન્નુની રોમેન્ટિક થ્રીલર ફિલ્મ ‘હસીન દિલરૂબા’ ને OTT પર રજૂ કરવામાં આવી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે એને થિયેટરમાં રજૂ કરવાની જરૂર હતી. અને એને વ્યૂઅરશીપ સારી મળી હતી. પણ એની સીકવલ ‘ફિર આઈ હસીન દિલરૂબા’ ને જોયા પછી એવો સવાલ જરૂર થશે કે એને પાછી લાવવાની શું જરૂર હતી? ફિલ્મના ટ્રેલરમાં એમ કહેવામાં આવ્યું હતું કે ‘બ્લોક બસ્ટર ફિલ્મ’ પાછી આવી છે. નિર્દેશક બદલાયા હોવા છતાં ફરી આવેલી ફિલ્મ એના પહેલા ભાગ જેવી જ વધારે લાગે છે. 2021 ની ‘હસીન દિલરૂબા’ ની સફળતાને વટાવવાનો પ્રયત્ન થયો છે.         પહેલા ભાગ પછી બીજા ભાગનો ઇંતજાર જરૂર હતો પણ હવે ત્રીજા ભાગની શક્યતા આપી છે એ માટે