કાંતા ધ ક્લીનર - 34

(11)
  • 1.5k
  • 2
  • 908

34."આમેય અગ્રવાલ જરાય સારો ન હતો. એ આટલું બધું કમાયો કઈ રીતે એ જ મને નવાઈ લાગે છે. હું તો આટલા વખતથી  આવી હોટેલમાં ગાર્ડ છું એટલે લોકોને જોતાં જ પામી જાઉં છું." વ્રજલાલ કહી રહ્યા."એમની સાથે સરિતા સિવાય બીજું કોઈ આવતું? એમનાં મૃત્યુના એક બે દિવસ પહેલાં?" ચારુ પૂછી રહી."એને માટે ક્યાં નવું હતું, રોજ કોઈ ને કોઈ  નવી છોકરી લઈને આવતો. સરિતા ધમ ધમ કરતી ચાલી ગઈ પછીના કલાકોમાં પણ કોઈ આવેલી અને ગયેલી." વ્રજલાલે કહ્યું."એ બધું તો ઠીક, એને પતાવી દેવા માગતા હોય એવા છુપા કે પ્રગટ દુશ્મનો હતા કોઈ?" ચારુએ પૂછ્યું.."હા, હું એટલું કહી શકું, સરિતાએ