જયારે મોરબી મસાણ થઇ હતી

  • 1.6k
  • 526

વાત આજથી ૪૫ વર્ષ પહેલા ૧૧મી ઓગસ્ટના રોજ બનેલી ઘટનાની છે. તે દિવસે મોરબી મસાણ બની ગઈ હતી. સતત સાત દિવસથી પડી રહેલો વરસાદ બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો. સતત વરસાદના કારણે ગામમાં બધુ જ બંધ હતું. કોઇની પાસે કશું કામ નહતું, જેથી ગામના યુવાનો નળિયાં બનાવવાની ફેક્ટરીમાં બેસી ગપ્પા મારી રહ્યા હતા. એટલામાં જ બૂમ પડી ભાગો ભાગો પાણી આવ્યું...પાણી આવ્યું. મોરબીની ગોજારી હોનારતને યાદ કરતાં આજે પણ મોરબીના લોકોના રુવાળા ઉભા થઇ જાય છે. તે સમયે માત્ર ૧૭ વર્ષના યુવાન અને નળિયાંની ફેક્ટરીમાં મિત્રો સાથે બેસી ગપ્પા મારતા યુવાને ગોજારી ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે, અમે