ભાગવત રહસ્ય - 148

  • 462
  • 226

ભાગવત રહસ્ય-૧૪૮   અજામિલ શબ્દના બે અર્થો થાય છે.(૧) અજા=માયાથી-માયા માં ફસાયેલો (૨) અજ=ઈશ્વર,ઈશ્વર માં સર્વ રીતે મળી ગયેલો. માયા નું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય મણિરત્ન-માળામાં વ્યાખ્યા આપતાં કહે છે-કે-કંચન અને કામિનીમાં જે ફસાયેલો છે-તે માયામાં ફસાયેલો છે. શંકરાચાર્યે મણિરત્ન=માળામાં પ્રશ્નો અને જવાબ ઘણી ઉત્તમ રીતે આપેલા છે. એક એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે. --બંધાયેલો કોણ?-- જે પાંચ વિષયોમાં આસક્તિવાળો છે તે. --છૂટેલો કોણ?-- જેણે વિષયો તરફ વૈરાગ્ય આવ્યો છે તે. --ઘોર નરક કયું?-- પોતાનો જ દેહ.     (શરીરમાં કશું સુંદર નથી મૂત્ર,વિષ્ટા,માંસ –લોહી વગેરે દુર્ગંધયુક્ત પદાર્થો તેમાં ભરેલા છે.) --સ્વર્ગમાં જવા માટેનું પગથીયું કયું ?--