ડાયરી સીઝન - 3 - ફક્ત પરણેલાઓ માટે

  • 1.7k
  • 1
  • 630

શીર્ષક : ફક્ત પરણેલાઓ માટે ©લેખક : કમલેશ જોષીલગ્ન જીવનની પચાસમી વર્ષગાંઠ ઉજવી રહેલા અમારા એક વડીલની ફરતે અમે ચાર-પાંચ કપલ્સ બેઠા હતા ત્યારે સહેજ ધીમા પણ મક્કમ અવાજે વડીલ અમારી સામે લગ્ન જીવનની સફળતાના રહસ્યો ખોલી રહ્યા હતા. ચોથી, પાંચમી કે બારમી ઓવરમાં ત્રણ ચાર વાર ‘બોલ્ડ’, ‘હિડ વિકેટ’ કે ‘કેચ આઉટ’ થતા માંડ માંડ બચેલો ખેલાડી પચાસ ઓવર સુધી અણનમ રહી ચોગ્ગા છગ્ગા ફટકારી રહેલા ઓલરાઉન્ડર સામે જે ‘માન’ અને ‘શ્રદ્ધા’થી જુએ એટલી જ ત્વરાથી અમે કપલ્સ પેલા વડીલ દાદા-દાદી સામે તાકી રહ્યા હતા. વડીલને પૂછવામાં આવેલો પ્રશ્ન હતો “જો તમારા આટલા લાંબા, ખુશખુશાલ અને સફળ દાંપત્ય જીવનનું