પ્રિય - હું અને એ

  • 1.7k
  • 690

"પ્રિય- હું અને એ"હજુ ન્યૂઝ પેપરમાં થોડું વાંચ્યું જ હતું ત્યાં અવાજ સંભળાયો..પ્રિય..હું ચમકી ગયો.ન્યૂઝ પેપરમાંથી નજર રૂમમાં કરી. એ રૂમમાં નહોતી.અત્યારે તો એ કીચનમાં રસોઈ બનાવતી હોય.તો કોણ બોલ્યું હશે પ્રિય!હું મુંઝાયો..હશે મને ભ્રમણા થઈ હશે.આમ બધા ભ્રમણામાં જ જીવે છે કે તેઓ પ્રિય હોય છે.ભગવાન જાણે આ શબ્દ કોણે શોધ્યો હશે!પ્રિય પાત્ર તો શ્રી કૃષ્ણ જ હોય..એ સિવાય પ્રિય કોણ?ફરીથી પાછું ન્યૂઝ પેપરમાં ડોકિયું કર્યું.પાંચ વર્ષથી નાનાં ૩૬% બાળકો અવિકસિત..ઓહ.. મને થયું કે બાળકો પ્રિય હોય છતાં પણ અવિકસિત! શું જમાનો આવ્યો છે? કદાચ મોંઘવારીના કારણે હશે?ના..ના..બધા પાસે સ્માર્ટફોન આવી ગયા છે.અરે એક મજૂર પણ દસ હજારનો મોબાઈલ