ભાગવત રહસ્ય - 146

  • 178

ભાગવત રહસ્ય-૧૪૬   અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં રહેતો હતો. અજા=માયા, માયામાં ફસાયેલો જીવ તે અજામિલ.અજામિલ અનેક પ્રકારનાં પાપો કરી ગુજરાન ચલાવે છે.આ જ અજામિલ ૨૦ વર્ષનો હતો ત્યાં સુધી તો સંધ્યા ગાયત્રી કરતો,મંત્રવેતા,પવિત્ર અને સદાચારી હતો.પણ -એક વાર તે જંગલમાં દુર્વા-તુલસી લેવા ગયો હતો.ત્યારે રસ્તામાં એક શૂદ્રને વેશ્યા સાથે કામક્રીડા કરતો જોયો.વેશ્યાનું રૂપ અને દૃશ્ય જોઈને અજામિલ કામવશ થયો-કામાંધ થયો. વેશ્યાને જોવાથી-તેનું મન બગડ્યું.   અજામિલ બ્રાહ્મણનો દીકરો હતો,સંધ્યા ગાયત્રી કરતો હતો-પણ એકવાર વેશ્યાને જોવાથી તેનું મન બગડ્યું- તો આજકાલ-દર રવિવારે ફિલ્મ જોવા જતાં-કે દરરોજ ટી.વી. પર ફિલ્મો જોનાર ના મનની શી હાલત હશે ? ઘણા તો બાળકો