ભાગવત રહસ્ય - 145

ભાગવત રહસ્ય-૧૪૫   હરે કૃષ્ણ હરે કૃષ્ણ નામ-જપનો મહિમા અનેરો છે.જપ કરવાથી જન્મકુંડળીના ગ્રહો પણ બદલાઈ જાય છે.નામ-જપ તો જનાબાઈએ કર્યા- એવા કરવા જોઈએ. કથા એવી છે-કે-જનાબાઈ છાણા થાપે અને તે કોઈ ચોરી જાય. એટલે જનાબાઈએ નામદેવ ને ફરિયાદ કરી. નામદેવ કહે-છાણા તો સહુના સરખાં હોય.તારાં છાણા ઓળખાય કેવી રીતે ? ચોર પકડાય કેમ? જનાબાઈએ કહ્યું- મારાં છાણા ઓળખી શકાશે. મારું છાણું કાન આગળ ધરશો-તો વિઠ્ઠલ-વિઠ્ઠલ –એવો ધ્વનિ સંભળાશે.   નામદેવે ખાતરી કરી જોઈ-છાણામાંથી વિઠ્ઠલ-વિઠ્ઠલ ધ્વનિ આવતો સંભળાણો,તેમણે જનાબાઈ ને કહ્યું- નામદેવ હું નહિ પણ તું છે.જનાબાઈ છાણા થાપતી વખતે- વિઠ્ઠલ-વિઠ્ઠલ –જપમાં એટલાં લીન થઇ જતાં કે-જડ છાણામાંથી જપનો ધ્વનિ