ભાગવત રહસ્ય-૧૪૩ સ્કંધ-૬ નરકો ના વર્ણન સાંભળી પરીક્ષિત રાજા પૂછે છે-મહારાજ,આવા નરકોમાં ના જવું પડે તેવો કોઈ ઉપાય બતાવો. આપે પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મની કથા સંભળાવી. પણ આ નરકલોક નાં વર્ણન ભયજનક છે. ત્યાં જવાનો પ્રસંગ જ ન આવે તે માટે શું કરવું જોઈએ ? શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પાપ કરવાથી મનુષ્ય નરક માં પડે છે. પાપ કરવું એ સાધારણ ગુનો છે—પરંતુ કરેલું પાપ કબૂલ ન કરે તે મોટો ગૂનો છે.કદાચ ભૂલથી પણ પાપ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત કરવું. એક એક પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલ છે. તે પાપનું વિધિથી પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપનો નાશ થાય છે.પણ-- પ્રાયશ્ચિત