મમતા - ભાગ 117 - 118

  • 1k
  • 530

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૧૭( પરી અને પ્રેમનાં લગ્નની શરણાઈ વાગવા લાગી. તો રાહ શેની જુઓ છો. તૈયાર રહેજો લગ્નમાં આવવા માટે.....) સમય તો પાણીની રેલાની માફક સરી જાય છે. મોક્ષાની તબિયત હવે સારી હતી. બસ હવે તો પરી અને પ્રેમનાં લગ્નની શરણાઈ વાગતી હતી. અમદાવાદની પ્રખ્યાત હોટલ "રજવાડું" જે પૂરી હોટલને મંથને બુક કરી લીધી હતી. આખરે મંથનની લાડલી પરીનાં લગ્ન હતાં ! કંઈ જેવી તેવી વાત હતી ! જરદૌશી વાઈટ અને મરૂન પાનેતર, જડાઉ ઘરેણાં, ડાયમંડનો માંગ ટીકો, હાથમાં મહેંદીમાં સજ્જ પરી તો દુલ્હનનાં પરિધાનમાં ખૂબ જ સુંદર લાગતી હતી. ત્યાં જ મોક્ષા આવે છે. તે પોતાનાં હાથે જ